Wednesday, September 14, 2016

128.દાદાજી ગાઉટમાં શું કરવું પડે...


      દાદાજીની સામે ત્રીસ વર્ષના હમીદભાઈ બેઠા છે.તેમના હાથમાં એક રિપોર્ટ છે.
         "દાદાજી મારો યુરિક એસિડ આઠ આવે છે."
         " તમને કોઈ તકલીફ પડતી હતી ખરી ?"
         " હા.પગના અંગુઠામાં દુખતું હતું તે ડોકટરે આ રિપોર્ટ કઢાવ્યો. તેમને એ દવા લખાવેલી,પણ મેં તે હજુ શરુ નથી કરી.આપ કહો તે ચરી પાળીશ ને દેશી દવા લઈશ."ભાઈનો,  દાદાજીએ આ મુજબની સૂચના આપી.
*** જમવામાંથી તમામ પ્રકારના કઠોળ બંધ કરવાના.દિવસમાં માત્ર એક જ વાર અડધા કપ દૂધની ચા પીવાય.તે સિવાય દૂધ અને દૂધની તમામ બનાવટ બંધ કરી દેવાની.
***સંશમની વાટી નામની દવા લાવીને રોજ સવારે બપોરે રાત્રે તેની ત્રણ ત્રણ ગોળી પાણી સાથે લેવાની.ઉપરાંત મહા મંજ઼િસ્થાદિ  કવાથ લાવીને સવારેને રાત્રે તેની બે બે મોટી ચમચી દવા પાણી મેળવીને પી જવાની. ઉપચારના ત્રણ મહિનામાં રિપોર્ટ નોર્મલ આવી જતા દાદાજીએ પરેજી ચાલુ રાખીને દવા ચાલુ  રખાવી.
                         

Friday, August 26, 2016

127.દાદાજી મારી પેટની ગરબડનું કૈક કરોને...


    ચોમાસાનું વાતાવરણ છે.દાદાજીની સામે ચાલીશ વર્ષના મયુરભાઈ  બેઠા છે.
      " દાદાજી જ્યારથી આ ચોમાસુ બેઠું છે ત્યારથી મને પેટમાં ગરબડ થવા લાગી છે."
      " પેટની ગરબડમાં થાય શું ભાઈ ?"
      " દાદાજી પેટ ભારેનું ભારે જ રહે છે. ભૂખ લાગતી જ નથી.ને એમાંય જો પાણી પીધું તો તો આવી જ બને.પેટમાં સીધો પથ્થરો જ પડ્યો જાને..."
      " પેટ સાફ આવે ખરું ?"
      " જી દાદાજી.એ તો બરાબર સાફ થઇ જાય છે."
      " એ કામ કરો ભાઈ , પાણી ઉકાળીને પીવાનું શરુ કરી ડો.ચોમાસામાં આવેલા નવા પાણીને લીધે આવું બની શકે."
       મયૂરભાઈએ દાદાજીની સૂચના અનુસાર કરતા એમને પેટમાં રાહત થઇ ગઈ.